Skip to main content

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

 Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત ...

Navsari:મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી :

 Navsari:મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી :

નવસારીઃ શુક્રવારઃ નવસારી જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ ઉપરોક્ત શબ્દો મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની મુલાકાત લીધી હતી. ગુરુકુલ ના શિક્ષણ બાદ સમાજમાં સ્ત્રી પુરુષની સમાનતા સાથે ભારતના ગૌરવ સાથે વિશિષ્ટ જીવન પ્રસાર કરો તેવી વાત જણાવી હતી. ગુરુકુલ ના બ્રહ્મચારીઓએ ગાયત્રી મંત્ર સાથે તમામ અધિકારીશ્રીઓનું સ્વાગત કર્યું હતું. કલેકટરશ્રીએ શાળાની મુલાકાત લઈને આનંદ વ્યકત કર્યો હતો. શાળાએ ભવિષ્યલક્ષી શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યના સમરૂપ સમાજ માટે તૈયાર કરશે એની અપેક્ષા રાખું છું. શાળાની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, નવસારી ગ્રામ્ય મામલતદાર શ્રી પ્રશાંતભાઈ ગામીત, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુપેન્દ્રભાઈ રાઠોડ અને નવસારી જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓ ગુરુકુલમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત .ગુરુકુળ સભાના પ્રમુખશ્રી દીપકભાઈ પટેલ, સહમંત્રી નરેન્દ્રસિંહ ઠાકોર, ટ્રસ્ટી અમિતભાઈ પટેલ અને સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ નવસારી સમાહર્તાનું અભિવાદન કર્યું હતું. ચાલુ વર્ષે સંસ્કૃત શક્તિ ગુરુકુલ શરૂ થયું છે તે વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક માહિતી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે ગુરુકુલ ૧૦૦ વર્ષ પૂર્ણ કરનાર ભારતીય સંસ્કૃતિ સંવર્ધન સાથે પ્રાચીન અને આધુનિક શિક્ષણના સમન્વય સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા છે.

મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી : નવસારીઃ શુક્રવારઃ ...

Posted by Info Navsari GoG on Friday, July 12, 2024

Comments

Popular posts from this blog

Gandhinagar: મતદાન સ્ટાફ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ : શ્રીમતી પી. ભારતી મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત

    Gandhinagar: મતદાન સ્ટાફ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ : શ્રીમતી પી. ભારતી મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

                                   Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ ...

Navsari news : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.

                          Navsari news  : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.  મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે. ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ક્ત ઉપક્રમે વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓનું સુદ્રઢ આયોજન કરી જિલ્લાના પણ કોઇ મતદાર મતદાન આપવામાંથી બાકાત ન રહે તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. આ કામગીરી અન્વયે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી તથા જિલા નાયબ ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેનના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં ગત ચૂંટણીઓમાં જે મતદાન મથક ખાતે ૫૦ ટક...