Skip to main content

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

 Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત ...

Khergam|Shamla faliya school : ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

  Khergam|Shamla faliya school : ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.


તારીખ ૦૩-૦૮-૨૦૨૪નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

જેમાં ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુક્સાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

તેમજ શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજ વંદન માટેની પ્રવિધિનો સ્ટોલ, મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન/ઉંચાઇ માપવી, સર્વાંગી શિક્ષણના પાઠ્યપુસ્તકમાં શા.શિ. ના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.









Comments

Popular posts from this blog

Khergam news : તોરણવેરામાં રક્તદાન અને સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો.

     Khergam news : તોરણવેરામાં રક્તદાન અને સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરનાં સહયોગથી ચિ.હેતાંશ ભાવેશ વાઢુંનાં પહેલાં જન્મદિન નિમિતે સોમવારે પહેલી એપ્રિલનાં રોજ રક્તદાન શિબિર અને મફ્ત સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. રક્તદાન શિબિરમાં તોરણવેરા ગ્રામ પંચાયતના સરપંચ સુનીલભાઈ દભાડીયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરાના મેડીકલ ઓફીસર ડૉ.પૂજા પટેલે રક્તદાન કરીને શિબિરની શરૂઆત કરી હતી. રક્તદાન શિબિરમાં ૧૭ દાતાઓએ રક્તદાન કર્યું હતું. મફ્ત સર્વ રોગ નિદાન સારવાર શિબિરમાં ૧૩૯ દર્દીઓએ આંખની તપાસ અને તે પૈકી ૧૧૨ વ્યક્તિઓને મફ્ત ચશ્મા વિતરણનો લાભ લીધો હતો.૧૩૭ જનરલ ચેકઅપ નિદાન અને દવા વિતરણ, ૩૬ દર્દીઓને દાંતની સારવાર અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટાભાગની વ્યક્તિઓએ આંખ,ની તપાસ અને જનરલ ચેક અપ નો લાભ લીધો હતો.આ પ્રસંગે ગામ અને સમાજના અગેવાનોએ હાજર રહી સેવાને બિરદાવી હતી.

સંતોષ આનંદ : કયા અકસ્માતે તેને તોડી નાખ્યો અને તે સાંભળીને બધા રડી પડ્યા.

        સંતોષ આનંદ : કયા અકસ્માતે તેને તોડી નાખ્યો અને તે સાંભળીને બધા રડી પડ્યા. આજની પેઢી ભલે સુપ્રસિદ્ધ ગીતકાર સંતોષ આનંદજીને નામથી ઓળખતી ન હોય, પરંતુ તેમના દ્વારા લખાયેલા ગીતો દરેક લોકો સાંભળે છે અને ગૂંજે છે. સંતોષ આનંદે તેમના સમયમાં ઘણા અનોખા અને અમર ગીતો લખ્યા છે. એક પ્યાર કા નગમા હૈ, ઝિંદગી કી ના ટૂટે લડી અને મોહબ્બત હૈ ક્યા ચીઝ જેવા ગીતો લખનાર સંતોષ આનંદ હવે વૃદ્ધ થઈ ગયા છે અને હવે તેમની પાસે ફિલ્મો માટે ગીતો લખવાનું કોઈ કામ નથી. શારીરિક રીતે અસહાય સંતોષ આનંદ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં તેઓ હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે અને કવિ સંમેલન અને મુશાયરાઓમાં દૂર દૂર સુધી જઈને પોતાના લેખનનો જાદુ બતાવતા રહે છે. આખરે તેને એવું તો શું થયું કે તે અચાનક જ ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ? એવી કઈ ઘટના બની જેણે તેને ભાંગી નાખ્યો? આ બધી બાબતોની ચર્ચા કરતાં પહેલાં, ચાલો તેમની ગીતકાર બનવાની સફર પર એક નજર કરીએ. સંતોષ આનંદનો જન્મ 5 માર્ચ 1939ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સિકંદરાબાદમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી લાયબ્રેરી સાયન્સનો અભ્યાસ ક...

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ':

  રાજ્ય, કેન્દ્ર સરકારની યોજનાઓની ધરાતલ સફળતા માટે ગ્રામીણ પત્રકારો પાયાના પત્થર બની રહેશે : ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ': (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩૧: ગ્રામીણ પત્રકારત્વ માટે 'વાર્તાલાપ' યોજવાની સૌહાદર્તા અને સંવેદનશીલતા દાખવવવા બદલ PIB (પ્રેસ ઇન્ફોર્મશન બ્યુરો) નો હ્રદયપૂર્વક આભાર માનતા, વરીષ્ઠ પત્રકાર શ્રી પ્રસન્ન ભટ્ટે, ભારતનો આત્મા જ ગામડામાં વસે છે ત્યારે, શહેરોની વાતાનુકૂલિત કેબિનમાં બેસીને ફરજ બજાવતા મીડિયા સામે, ગ્રામીણ પત્રકારોનું દાયિત્વ લોકલ બોલી અને ભાષામાં અનેકગણું મહત્વ ધરાવે છે તેમ, જણાવ્યુ હતું.  શ્રી પ્રસન્ન ભટ્ટે ગ્રામીણજનો અને ગ્રામ વિસ્તારોમાં કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓને લગતી યોજનાઓ, અને તેના પરિણામોની જ્વાબદારી ગ્રામીણ પત્રકારત્વ કરતા મિત્રોની છે, તેમ જણાવતા હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જેવા કાર્યોમાં, ગ્રામીણ પત્રકારત્વના યોગદાનની ભૂમિકા સ્પસ્ટ કરી હતી.  સીમિત અને ટાંચા સાધનો વચ્ચે ગ્રામીણ પત્રકારત્વને અડીખમ રહેવાની અપીલ કરતાં શ્રી પ્રસન્ન ભટ્ટે, કલમને વેચવાનો ધંધો ન બનાવવાને બદલે, પોતાના દાયિત્વ અ...