Skip to main content

Posts

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

 Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

  Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો  * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન  * આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલાવાટીકા

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્રક

વલસાડ: વલસાડ સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ રેલ્વે સ્ટેશનની મુલાકાત

વલસાડ: વલસાડ સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ રેલ્વે સ્ટેશનની મુલાકાત માનનીય સાંસદશ્રી ધવલભાઈ પટેલે વલસાડ રેલવે સ્ટેશનની મુલાકાત કરીને મુસાફરોને મદદરૂપ તમામ સુવિધા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું તેમજ ઉપસ્થિત પ્રજાજનોને ઉપયોગમાં આવતી સગવડ સંદર્ભેનાં મંતવ્યો જાણ્યા અને સંવાદ કર્યો. ગતરોજ વલસાડ રેલવે સ્ટેશનની મુલાકાત કરીને મુસાફરોને મદદરૂપ તમામ સુવિધા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું તેમજ ઉપસ્થિત પ્રજાજનોને ઉપયોગમાં આવતી સગવડ સંદર્ભેનાં મંતવ્યો જાણ્યા અને સંવાદ કર્યો. Posted by  Dhaval Patel  on  Saturday, July 13, 2024

નવસારી : પ્રાકૃતિક ખેતી દ્વારા સારી આવક મેળવતા નવસારી જીલ્લાના ખેરગામ તાલુકાના ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ગરાસિયા અને પ્રિતેશભાઈ પટેલ

 નવસારી : પ્રાકૃતિક ખેતી દ્વારા સારી આવક મેળવતા નવસારી જીલ્લાના ખેરગામ તાલુકાના ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ગરાસિયા અને પ્રિતેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી અપનાવી સમૃદ્ધ બની રહ્યા છે રાજ્યના ખેડૂતો… CMO Gujarat Raghavji Patel #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #organicfarming #naturalfarming #farming #gujarat Posted by  Gujarat Information  on  Saturday, July 13, 2024

Navsari:મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી :

 Navsari:મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી : નવસારીઃ શુક્રવારઃ નવસારી જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ ઉપરોક્ત શબ્દો મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની મુલાકાત લીધી હતી. ગુરુકુલ ના શિક્ષણ બાદ સમાજમાં સ્ત્રી પુરુષની સમાનતા સાથે ભારતના ગૌરવ સાથે વિશિષ્ટ જીવન પ્રસાર કરો તેવી વાત જણાવી હતી. ગુરુકુલ ના બ્રહ્મચારીઓએ ગાયત્રી મંત્ર સાથે તમામ અધિકારીશ્રીઓનું સ્વાગત કર્યું હતું. કલેકટરશ્રીએ શાળાની મુલાકાત લઈને આનંદ વ્યકત કર્યો હતો. શાળાએ ભવિષ્યલક્ષી શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યના સમરૂપ સમાજ માટે તૈયાર કરશે એની અપેક્ષા રાખું છું. શાળાની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, નવસારી ગ્રામ્ય મામલતદાર શ્રી પ્રશાંતભાઈ ગામીત, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુપેન્દ્રભાઈ રાઠોડ અને નવસારી જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓ ગુરુકુલમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત .ગુરુકુળ સભાના પ્રમુખશ્રી દીપકભાઈ પટેલ, સહમંત્રી નરેન્દ્રસિંહ ઠાકોર, ટ્રસ્ટી અમિતભાઈ પટેલ અને સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ નવસારી સમાહર્તાનું અભિવાદન કર્યું હતું. ચાલુ વર્ષે સં

નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ.

નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ. માહિતી બ્યુરો, નવસારી તા.૧૧: તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમિક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી.   આ બેઠકમાં આરોગ્ય શાખાની "સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક" યોજવામાં આવી જેમાં તમામ શાખાઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવી હતી. જેમાં વરસાદની પરિસ્થિતિમાં જાહેર જનતાને માટે જરૂરી માર્ગદર્શન, રોગચાળા અટકાયતી કામગીરી તથા જિલ્લામાં આવતા વિવિધ કેસોની દૈનિક ધોરણે એન્ટ્રી, સંચારી રોગ, NTCP, સિકલસેલ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રેસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ વગેરે પ્રોગ્રામ વિશે ચર્ચા અને સમિક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, અને ચોમાસાની ઋતુમાં રોગચાળા અટકાયત માટે જરૂરી પગલાં લેવા તેમજ સિકલસેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  આ બેઠકમાં

Tapi district,Nizar, kukarmunda educational blogspot news updates

 Tapi district,Nizar, kukarmunda educational blogspot news updates  તાપી કલેકટરશ્રી દ્વારા નિઝર,કુકરમુંડાની શૈક્ષણીક સંસ્થા,તાલુકા પંચાયત, આંગણવાડી,પ્રાથમિક શાળા,ગ્રામ પંચાયત,મામલતદાર કચેરી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત   એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડાના સર્વાંગી વિકાસ માટે 'સંપૂર્ણતા અભિયાન'નો પ્રારંભ કરાવ્યો. સરકારશ્રીના યોજનાકિય લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડી નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા પેરામીટર્સને પરિપૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapiadi   pic.twitter.com/Q1CoFydoD7 — Collector & DM-Tapi (@CollectorTapi)  July 6, 2024 આજ રોજ સોનગઢ તાલુકાની મુલાકાત દરમિયાન ઉકાઇ આંગણવાડીની મુલાકાત લીધી અને જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapiadi   pic.twitter.com/ZGjIklERsG — Collector & DM-Tapi (@CollectorTapi)  July 6, 2024 આજ રોજ નિઝર તાલુકાની મુલાકાત દરમિયાન નિઝર તાલુકા ખોડદા ખાતે આંગણવાડી, પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી અને સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @revenuegujarat @Inf