Skip to main content

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

 Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત ...

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

  Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી.

સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી.

જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામાં ઘટકો વિશે સમજાવવામાં આવ્યું જે શાળા સક્ષમ બનાવવા જરૂરી છે શાળા સક્ષમની તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે.શાળા સક્ષમ  બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળાઓ ગ્રીનશાળાઓ સલામત શાળાઓ સુલભશાળાઓ વગેરે વિશે વાતો કરવામાં આવી. 

પાણી વિશેનાં મુદ્દામાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છ પાણી મળી રહે એના વિશે માર્ગદર્શન આપ્યું. ગંદા પાણીને આપણે કેવી રીતે રિસાયકલ કરી શકીએ એના વિશેની રચના વિશે વાતો કરી.  બાળકને દિવસ દરમિયાન કેટલું પાણીની જરૂરિયાત રહે તેની સમજ આપવામાં આવી. સેનેટરી વિશે વાતો કરી સ્વચ્છ રહેવા માટે કન્યાઓને કઈ તેમજ શાળા કક્ષાએ એક નોડલ ટીચર રાખી એમને મૂંઝવતા પ્રશ્નોની સમજ આપવા વિશેની વાતો સમજાવવામાં આવી. શૌચાલય વિશેનાં પ્રકરણમાં કેટલા બાળકોએ કેટલા એકમ નળ હોવા જોઈએ, એક્સપાયર થયેલી દવા લાલ રંગની કચરાપેટીમાં જ નાખવી જોઈએ એ વાત બાળકો સુધી પહોંચે તેમ જ તેમને યોગ્ય માર્ગદર્શન મળે એના વિશે સુચારું આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી. તેમજ જુદા જુદા કલરની કચરાપેટીમાં કયા પ્રકારનો કચરો નાખો એના વિશેની પણ સરસ સમજૂતી આપવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને અને શિક્ષકોને એ રીતનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું.

 ઇન્ચાર્જ સી.આર.સી અલ્પેશભાઈ દ્વારા  હરિયાળી જગ્યાઓ અને જમીનનો  ઉપયોગ વિશે વાતો કરી જેમાં  જમીનમાં વિવિધતા, ફળદ્રુપતા, વર્મી કમ્પોઝ વિશે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકોનું મન શાળાના વાતાવરણમાં તંદુરસ્ત રહે, આંતરિક રીતે સ્વચ્છ રહે વગેરે બાબતોની સમજ,   સ્વચ્છ હવા   અને  સ્વચ્છ હવા શા માટે મહત્વની છે તે વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી સ્વચ્છ હવાના મુખ્ય ઘટકોની વાત કરવામાં આવી જેમાં સ્વચ્છ હવા માટે બાળકોની સક્રિય સામેલગીરી કેવી રીતે કરવી એના વિશે વાતો કરવામાં આવી. લીલી જગ્યાઓ અને જમીનના ઉપયોગના ધોરણોનો પ્રવેશ વિશે સમજાવવામાં આવ્યું. ઉર્જા સરક્ષણ શા માટે મહત્વનું છે સ્વચ્છ ઊર્જાને પહોંચ, સ્વચ્છ ઊર્જાના ધોરણ, બાળકોની સક્રિય ભાગીદારી વિશે તમામ આચાર્યઓને માહિતગાર કર્યા. તદુપરાંત આબોહવા પ્રતિભાવ વિશે જેમાં આબોહવાને અનુકૂળ શાળા શા માટે મહત્વની છે, ટકાઉ સ્થિતિ સ્થાપક, નિર્માણના ધોરણ વિશે સરસ માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા.


 ત્યારબાદ આગળના સેશન પ્રમાણે ઇન્ચાર્જ સી.આર.સી કાશ્મીરાબેન દ્વારા આબોહવા અને આપત્તિ  (જોખમ) વિશે ચર્ચા કરવામાં આવી. જેમાં કાશ્મીરાબેન દ્વારા સરસ આબોહવાનું નિર્માણ આબોહવા શાળામાં કેવી રીતે ઉભુ કરવું તેમજ શાળા માટે આબોહવા કેવી હોવી જોઈએ તેમજ એમને બનાવવા માટે  શાળાનું આયોજન કેવું હોવું જોઈએ એ તમામ બાબતોથી તમામ આચાર્યશ્રીને વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કોઓર્ડીનેટર વિજયભાઈ દ્વારા બાળ સુરક્ષા અને જાતિય સતામણી વિશે સરળ  ભાષામાં  જાતે અનુભવેલી  જોયેલી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું હતું. બાળ સુરક્ષા માટે આપણે શાળા કક્ષાએ કેવા પ્રકારની તકેદારી રાખવી વગેરે બાબતોનો સમજ આપવામાં આવી. શાળા કક્ષાએ ગુડ ટચ બેડ ટચ વિશે બાળકોને સમજ આપવામાં આવે એ પ્રકારનું આયોજન શાળા કક્ષાએ થાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.


 પાટીના સીઆરસીશ્રી ટીનાબેન દ્વારા સંચાલન અને જાળવણી. વ્યવહારમાં બદલાવ અને ક્ષમતા નિર્માણ સમાવેશ શિક્ષણ વિશે  સમજ આપવામાં આવી. સંચાલન અને જાળવણીમા વેસ્ટ  મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવણી, અને  પર્યાવરણ સ્વચ્છતા વિશે સમજ આપવામાં આવી. સમાવેશ શિક્ષણમાં લિંગ જાતે ભેદ શિક્ષણની સમજ આપવામાં આવી. શિક્ષકોને જૂથમાં વહેંચણી કરી. દરેક જૂથને એક મોડેલ  શાળા દોરી સક્ષમ શાળા કેવી હોવી જોઈએ જેના વિશે જૂથે આગળ આવી પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું.


 બીજા દિવસે તાલીમની શરૂઆત પ્રાર્થનાથી ધ્યાન અને યોગાથી કરવામાં આવ્યું. બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ પટેલ દ્વારાએ આગલા દિવસનું પુનરાવર્તન કરાવવામાં આવ્યું. શાળાના બાળકોનું ભાવાત્મક, શારીરિક, અને જાતીય આ ચાર પ્રકારે સતામણી બાળકોને ન થવી જોઈએ એના વિશેની વાત કરી. કિરીટભાઈ દ્વારા  બાળ કાયદા અને તેની જાગૃતિ વિશે વાત કરી. શાળા સંચાલન કઈ રીતે કરવું અને સારું કઈ રીતે કરી શકાય એના વિશે મુદ્દા પ્રમાણે વાત કરી. બાળ અધિકાર વિશે વાતો કરી જેમાં 26 જેટલા અધિકારો વિશે જણાવ્યું. આજ દિવસે સક્ષમશાળાનાં હેતુ અને ઉદ્દેશ્ય વિશે સમજ આપી જેમાં મુખ્ય ચાર પાયા સ્વચ્છતા હરિતા સલામત સમાવિષ્ટ વિશ સમજાવવામાં આવ્યું. તેમજ કિરીટભાઈ પટેલ દ્વારા  ફાયર સેફ્ટીનું મોક ડ્રિલ કરાવવામાં આવ્યું. ફાયરના  ચાર પ્રકારો વિશે માહિતગાર કરવામાં આવ્યા. 


એ બી સી ડી પ્રકારના આગ વિશે સમજ આપવામા આવી.  ત્યારબાદ ટીનાબેન દ્વારા સક્ષમશાળા એપ ડાઉનલોડ કરાવી. ટીમ લીડર દ્વારા સક્ષમ શાળાના દરેક ઘટકોનું પ્રત્યક્ષ રૂપે સર્વે કરવામાં આવ્યું જેમાં પાણી, ઉર્જા હવા આરોગ્ય અને હરિયાળી જગ્યા વગેરે મુદ્દાઓને ચકાસવામાં આવ્યા જેમાં પાડવામાં આવેલી જુદી જુદી ટીમ દ્વારા ગુણાંકન કરવામાં આવ્યું  ત્યારબાદ ફરી પાછા તાલીમ સ્થળે પહોંચી જુદી જુદી રીતે જૂથ ચર્ચા કરી. જેમાં શાળામાં ખૂટતી બાબતોને યોગ્ય ધ્યાને લેવાનું કહેવામાં આવ્યું  તાલીમાર્થીઓને તાલીમ બાબતે પોતાના મંતવ્યો જણાવવા કહેવામાં આવ્યું હતું. 


તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને સરસ ચા નાસ્તા અને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી. દરેક તજજ્ઞ મિત્રોએ સરસ રીતે પોતાની રીતે પોતાનાં  વિષયોના મુદ્દાને શાળા અંતર્ગત સચોટ રીતે સમજાવ્યા  જે મુખ્ય શિક્ષકો  આ તાલીમની સમજને  શાળામાં ખૂબ જ સારી રીતે અમલીકરણ કરી શકે  એવા પ્રયત્નથી તાલીમને ખૂબ જ સફળ બનાવવામાં આવી. 

આ તાલીમ દરમ્યાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનિષભાઇ પરમાર સાહેબ ઉપસ્થિત રહી મુખ્યશિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતે બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ  દ્વારા તમામ આચાર્યશ્રીઓને પોતાના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી તાલીમને પૂર્ણ  જાહેર કરવામાં આવી.

Comments

Popular posts from this blog

સંતોષ આનંદ : કયા અકસ્માતે તેને તોડી નાખ્યો અને તે સાંભળીને બધા રડી પડ્યા.

        સંતોષ આનંદ : કયા અકસ્માતે તેને તોડી નાખ્યો અને તે સાંભળીને બધા રડી પડ્યા. આજની પેઢી ભલે સુપ્રસિદ્ધ ગીતકાર સંતોષ આનંદજીને નામથી ઓળખતી ન હોય, પરંતુ તેમના દ્વારા લખાયેલા ગીતો દરેક લોકો સાંભળે છે અને ગૂંજે છે. સંતોષ આનંદે તેમના સમયમાં ઘણા અનોખા અને અમર ગીતો લખ્યા છે. એક પ્યાર કા નગમા હૈ, ઝિંદગી કી ના ટૂટે લડી અને મોહબ્બત હૈ ક્યા ચીઝ જેવા ગીતો લખનાર સંતોષ આનંદ હવે વૃદ્ધ થઈ ગયા છે અને હવે તેમની પાસે ફિલ્મો માટે ગીતો લખવાનું કોઈ કામ નથી. શારીરિક રીતે અસહાય સંતોષ આનંદ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં તેઓ હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે અને કવિ સંમેલન અને મુશાયરાઓમાં દૂર દૂર સુધી જઈને પોતાના લેખનનો જાદુ બતાવતા રહે છે. આખરે તેને એવું તો શું થયું કે તે અચાનક જ ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ? એવી કઈ ઘટના બની જેણે તેને ભાંગી નાખ્યો? આ બધી બાબતોની ચર્ચા કરતાં પહેલાં, ચાલો તેમની ગીતકાર બનવાની સફર પર એક નજર કરીએ. સંતોષ આનંદનો જન્મ 5 માર્ચ 1939ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સિકંદરાબાદમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી લાયબ્રેરી સાયન્સનો અભ્યાસ ક...

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

         આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

ખેરગામનામિલનપટેલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

        ખેરગામનામિલનપટેલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.