Skip to main content

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

 Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત ...

Navsari news : નવસારી શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરાઈ.

  


Navsari news : નવસારી શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરાઈ.

નવસારી જિલ્લાની શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલ શાળામાં આવનારી લોકસભા ચૂંટણી ૨૦૨૪ના જનજાગૃતિના ભાગરૂપે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્ર દ્વારા બાળકો ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર બને તથા વિદ્યાર્થીઓના વાલીઓમાં મતદાન અંગે જનજાગૃતિ આવે તે અર્થે વિવિધ મતદાન જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા ' VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જેને લઇ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે શેઠ એચ.સી.પારેખ નવસારી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ માનવ આકૃતિ તૈયાર કરી જનજાગૃતિ થકી મતદાન અંગે લોકજાગૃતિનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું.


Comments

Popular posts from this blog

સંતોષ આનંદ : કયા અકસ્માતે તેને તોડી નાખ્યો અને તે સાંભળીને બધા રડી પડ્યા.

        સંતોષ આનંદ : કયા અકસ્માતે તેને તોડી નાખ્યો અને તે સાંભળીને બધા રડી પડ્યા. આજની પેઢી ભલે સુપ્રસિદ્ધ ગીતકાર સંતોષ આનંદજીને નામથી ઓળખતી ન હોય, પરંતુ તેમના દ્વારા લખાયેલા ગીતો દરેક લોકો સાંભળે છે અને ગૂંજે છે. સંતોષ આનંદે તેમના સમયમાં ઘણા અનોખા અને અમર ગીતો લખ્યા છે. એક પ્યાર કા નગમા હૈ, ઝિંદગી કી ના ટૂટે લડી અને મોહબ્બત હૈ ક્યા ચીઝ જેવા ગીતો લખનાર સંતોષ આનંદ હવે વૃદ્ધ થઈ ગયા છે અને હવે તેમની પાસે ફિલ્મો માટે ગીતો લખવાનું કોઈ કામ નથી. શારીરિક રીતે અસહાય સંતોષ આનંદ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં તેઓ હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે અને કવિ સંમેલન અને મુશાયરાઓમાં દૂર દૂર સુધી જઈને પોતાના લેખનનો જાદુ બતાવતા રહે છે. આખરે તેને એવું તો શું થયું કે તે અચાનક જ ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ? એવી કઈ ઘટના બની જેણે તેને ભાંગી નાખ્યો? આ બધી બાબતોની ચર્ચા કરતાં પહેલાં, ચાલો તેમની ગીતકાર બનવાની સફર પર એક નજર કરીએ. સંતોષ આનંદનો જન્મ 5 માર્ચ 1939ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સિકંદરાબાદમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી લાયબ્રેરી સાયન્સનો અભ્યાસ ક...

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

         આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

                                   Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ ...